જય માં શિહોરી

જય માં શિહોરી

Sunday, October 30, 2011

રોહીસ ગોત્ર માંડલીયા પરિવારના કુળદેવી શ્રી શિહોરી માતાજી અંગે જાણકારી


અમદાવાદ જિલ્લા ના વિરમગામ તાલુકામાં વિરમગામ થી બહુચરાજી જતાં એંદલા ચોકડી થી ૫ કિલોમીટર ના અંતરે આવેલા ગામ શિહોર પુરાણી નગરી હતી. આ ગામની ઉત્તર ભાગોળે એટલે કે ૦.૫ કિલોમીટરના અંતરે '' માં શિહોરી '' બિરાજમાન છે.ઇતિહાસ પ્રમાણે સંવત ૧૧૩૧ માં માલચંદભાઇ સોની પાટણ થી આવીને શિહોર ગામમાં વસ્યા.તેમના વારસાઇ ભાઇઓ સંવત ૧૨૩૫ માં માંડલ મુકામે આવ્યા.ત્યારથી માંડલીયા શાખ શરૂ થઇ હતી.માંડલ થી તેમના વંશજો વિરમગામ,ઘ્રાંગઘ્રા,રંગપુર,બેલા,વડોદરા,પુના,રાજકૉટ વિગેરે સ્થળોએ ધંધાર્થે ગયા.


મૂળ પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહે આ મંદિર ની સ્થાપના કરી હતી અને આ મંદિર ની બારસાખ પર નવગ્રહોની મૂર્તિઓ પણ કંડારેલી છે. આ ઐતિહાસીક મંદિર જર્જરિત થતા તેના જિર્ણોદ્ધાર માટે એક ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી.માતાજી ના ઘણી કોમના કંદોરીયા છે જે જાણ પ્રમાણે સોની,પટેલ,પ્રજાપતી,જૈન,દરબાર, બ્રાહ્મણ,ઠાકોર જેવી અન્ય કોમો છે.આ ટ્ર્સ્ટ ૨૦૩૫ થી બનાવવામાં આવ્યું અને જીર્ણોદ્ધાર માટે ની તારીખ,તિથી નક્કી કરવામાં આવી.તેના જીર્ણોદ્ધાર માટે શિલ્પીઓના નિયમો પ્રમાણે મંદિર ના ખર્ચનું નક્કી થયું અને અંદાજિત કિંમત ૨૫ વર્ષ પહેલા ૨૦ લાખ અંદાજિત કરેલા. માતાજીની મરજી પ્રમાણે સંવત ૨૦૩૮ માં નવી મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ.હાલ મંદિરનું કામ ચાલુ છે ત્યાં સુધી અંદાજે ૪૦ લાખ જેટલો ખર્ચ થઇ ચૂકેલ છે.આપણા માતાજીની જગ્યા ના કામ માટે પૈસા ની ખૂબ જરૂર છે.તો આ ટહેલ ને રોહિસ ગોત્ર માંડલીયા તેમજ શ્રધ્ધા રાખતા ભકતો ની પાસે અમારી આ ટહેલ છે.


આપને અમારું આહવાન છે.આપ આવો,દર્શનનો લાભ લઇ ધન્ય બનો તેવી આપ ભકતો ને અમારી નમ્ર અપીલ છે. જેઠ સુદ-૫ ના દિવસે પ્રતિષ્ઠા દિવસ હોવાથી પાટોત્સવ નિમિતે આપ દર વર્ષે આવો.આપને દર વર્ષે કંકોત્રી મોકલાતી હોય છે પરંતુ કોઇ કારણોસર આપને ન મળે તો આપ નીચેના નંબરો પરથી જાણકારી મેળવી લેશો અથવા આપનુ એડ્રેસ બદલાયુ હોય તો આપના ટેલીફોન નંબરો સાથે અમોને નવા સરનામા ની જાણ કરશો,જેથી અમો યોગ્ય કરી શકીયે.આ દિવસે અંદાજિત ૪ થી ૫ હજાર જેટલી સંખ્યા માં લોકો માતાજી ના દર્શનાર્થે આવે છે અને હવન નો લાભ લઇ બપોર ના પ્રસાદ બાદ સ્વગૃહે પધારતા હોય છે.દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવે છે. આપને પણ માતાજી ના દર્શન માટે અમારુ હાર્દિક આમંત્રણ છે. યથાશકિત દાન આપવા માટે આપ સમક્ષ અમો ટહેલ નાખીયે છીએ.

જય માં શિહોરી.

વધુ જાણકારી માટે આપ નીચેના સ્થળ પર ફોન કરી જાણકારી મેળવી શકો છો.

૧. સોની દશરથલાલ વસંતલાલ...મોબાઇલ..૯૪૦૮૦૫૭૫૪૬Align Center

૨. પટેલ પ્રભુભાઇ ત્રિભોવનદાસ....મોબાઇલ..૯૪૨૭૦૭૦૮૫૪
૩. સોની મનહરલાલ ગોવિદલાલ..મોબાઇલ..૯૪૨૭૪૧૭૬૫૩
૪. સોની ધર્મેશ હસમુખલાલ...મોબાઇલ...૯૩૨૭૪૨૬૮૧૨.

No comments:

Post a Comment